police commissioner office ahmedabad

શહેરમાં અસામાજિક તત્વોની સાથે સાથે લૂંટારુઓ પણ જાણે કે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. લૂંટારુઓ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક બનાવને અંજામ આપી રહ્યાં છે. આઈઆઈએમ બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસે લૂંટારુઓએ યુવકને છરીના ત્રણ ઘા મારીને રોકડ રૂપિયા 30, મોબાઈલ અને સોનાની બુટ્ટી સહિત રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી છે. જ્યારે એલિસબ્રિજમાં પણ વહેલી સવારે બે સગા ભાઈઓને છરી બતાવીને લૂંટારુઓએ લેપટોપ પડાવી લીધું છે.
Thank you for reading this post, don't forget to subscribe!મૂળ રાજસ્થાનના અને વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતો યશપાલ મીણા ગત મોડી રાત્રે રૂમ પર સૂતો હતો. ત્યારે તેના ભત્રીજા રામકુમારએ ફોન કરીને કહ્યું હતું કે તેના કાકાનો દીકરો વસ્ત્રાપુર તળાવ પાસેથી ક્યાંક જતો રહ્યો છે, તેનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો છે. તેને શોધવા જવાનું છે. જેથી ફરિયાદી, રામકુમાર મીણા, લોકેશ મીણા અને રાજુ કલાલ એમ ચારેય જણા તેને શોધવા માટે નીકળ્યા હતાં. લોકેશ અને રાજુ બંન્ને ગુજરાત યુનિવર્સિટી બાજુના રસ્તા પર ચાલતા જતા હતાં. એ દરમિયાન રાત્રીના એક વાગ્યાની આસપાસ બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસે અંધજન મંડળ તરફથી એક બ્લેક એક્ટિવા પર ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતાં. જેમણે એક્ટિવા સાઈડમાં પાર્ક કરી ફરિયાદી પાસે આવ્યા હતાં. અને એક શખ્સએ કંઈપણ બોલ્યા વગર ફરિયાદીનો કોલર પકડીને છરી બતાવી પૈસાની માંગણી કરી હતી. જેથી ફરિયાદી ભાગવા જતા તેના હાથના ખભાના ભાગે, ડાબા પડખે અને બરડાના ભાગે છરીના ઘા મારી દીધા હતાં. જેથી ફરિયાદી યુવક પડી જતા તેના ખીસ્સામાંથી રોકડ રૂપિયા 30, મોબાઈલ ફોન અને રામકુમારના બંન્ને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી એમ રૂપિયા 30 હજારની કિંમતની મત્તાની ચોરી કરીને ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતાં. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ વસ્ત્રાપુર પોલીસને કરતા પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

