Donald Trump lashes out at Hamas

Donald Trump lashes out at Hamas
Thank you for reading this post, don't forget to subscribe!અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી સંગઠન હમાસ સામે સખત વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઇઝરાયલને ખુલ્લી છૂટ આપીને સ્પષ્ટપણે કહી દીધું છે કે તે ગાઝામાં પોતાનું લશ્કરી અભિયાન વધુ તીવ્ર કરી દે. હમાસે અમેરિકા સમર્થિત શાંતિ વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ હમાસ પર ભડકી ઉઠ્યા છે.અમેરિકન રાષ્ટ્રપતિએ તો એમ પણ કહી દીધું કે આ આતંકવાદી સંગઠનને શાંતિમાં રસ નથી. સ્કોટલેન્ડથી નીકળતા પહેલા ટ્રમ્પે કહ્યું કે હમાસને કોઈ પણ વાતચીતમાં રસ નથી. મને લાગે છે કે તેઓ મરવા જ માંગે છે. તેમણે કહ્યું કે આ ખરેખર ખૂબ જ ખરાબ છે.
અમેરિકાના પ્રયાસોને લાગ્યો ઝટકો
અમેરિકા ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ માટે, સ્ટીવ વિટકોફના નેતૃત્વમાં મિડલ ઇસ્ટમાં શાંતિ વાટાઘાટો માટે એક ટીમ પણ મોકલવામાં આવી હતી. પરંતુ હવે સ્ટીવ વિટકોફે કહી દીધું છે કે અમેરિકા આ વાતચીતથી હટી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે હવે કોઈ બીજા વિકલ્પ વિશે વિચાર કરવો જોઈએ. આ પછી જ, અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી આ ચેતવણી આવી છે. જણાવી દઈએ કે ટ્રમ્પે હમાસના ચુંગલમાં ફસાયેલા છેલ્લા અમેરિકન-ઇઝરાયલી નાગરિક એડેન એલેક્ઝાન્ડરને મુક્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હવે ડિપ્લોમસીથી કામ નહીં થાય
ટ્રમ્પે કહ્યું કે વાતચીતના છેલ્લા તબક્કા પર પહોંચીને હમાસનો આ રીતે ઇનકાર દર્શાવે છે કે તે હિંસા કરવા માટે મક્કમ છે. ગાઝામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાંના બાળકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. આ બધા વચ્ચે, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે હવે ડિપ્લોમસીથી કામ નહીં થાય. ટ્રમ્પે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કહ્યું કે લડો અને તેમને ખતમ કરી નાખો. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીમાં અમેરિકા સંપૂર્ણપણે તેની સાથે છે. તેમણે કહ્યું કે હવે હમાસની ખેર નથી.

