Gandhinagar police arresting the man who robbed a woman

Gandhinagar police arresting the man who robbed a woman
Thank you for reading this post, don't forget to subscribe!ગાંધીનગર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી જનતાના સાચા રક્ષક સાબિત કરી બતાવી ગુજરાત પોલીસનું નામ સોનેરી અક્ષરથી લખાઈ જાય એવી કામગીરી આજે ગાંધીનગર પોલીસ કરી છે એક બહેન ભાવનગર થી અમદાવાદ આવ્યા અને ઇન્ફોસિટી ગાંધીનગર જવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમને રિક્ષામાં બેઠેલા લૂંટારાઓએ અવાવરુ જગ્યાએ લઈ છરી બતાવી લૂંટ કરી આ બહેને જ્યારે ઘટનાની જાણ પોલીસને કરી ત્યારે પોલીસે તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વગર પોતાના નેટવર્ક દ્વારા અને હ્યુમન સોર્સ થકી આ લૂંટ કરતી ટોળકીને ઝડપી પાડી અને ઉમદા કાર્ય કર્યું છે કેમકે પોલીસની છાપ બહુ ખરાબ છે કોઈ વ્યક્તિ પોલીસ પાસે જતા બીવે છે કેમ કે પોલીસ વિભાગમાં પીઆઇ અને અધિકારીઓ દ્વારા વહીવટદાર રાખી ભ્રષ્ટાચાર આંચરવામાં આવે છે એટલે લોકો પોલીસના પગથિયાં ચડવામાં ખચકાટ અનુભવે છે પરંતુ ગુજરાત પોલીસમાં હજુ ઈમાનદાર પોલીસની કોઈ કમી નથી કોઈને કંઈ તકલીફ થાય તો તરત જ કહે છે કે પોલીસ સ્ટેશન એ જઈશ એટલે હજુ ગુજરાતની જનતાને પોલીસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તેથી જ આવા જાંબાજ અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા જનતાને થતી તકલીફ નું કાયમી નિકાલ લાવવા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબે આદેશ કર્યો અને તેનું પાલન ગુજરાતના ડીજીપી સાહેબ વિકાસ સાહેબે કરવાનું વચન આપ્યું. આ તેનો ઉમદાવાદ પરિણામ કહેવાય કે લૂંટ થાય અને 24 કલાકમાં ડિટેકશન થઈ જાય એટલે આ પ્રસંગે પોલીસની કામગીરી કહેવાય

ગુજરાતમાં અત્યારે ગુનાખોરી સતત વધી રહી છે. લૂંટના કેસોમાં પણ વધારો થયો છે. આજે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. અને હવે આ મામલે ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ ઇસ્કોન ચાર રસ્તાથી રિક્ષામાં બેસીને ઇન્ફોસિટી આવતી મહિલાને સેક્ટર-1 વિસ્તારમાં લઈ જઈને લુંટ કરી ભાગી ગયેલ ઈસમોને ગણતરીના કલાકોમાં સેક્ટર-7 પોલીસે પકડી પાડયા હતા.હર્ષાબેન ભટ્ટ ભાવનગરથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદની બસમાં તેઓ ઇસ્કોન ચાર રસ્તા પાસે ઉતર્યાં હતા. ત્યાંથી તેમણે ગાંધીનગર ઇન્ફોસિટી સુધીની રીક્ષા કરી હતી. રિક્ષામાં ત્રણ અજાણ્યા ઈસમો અને રીક્ષા ચાલક બેઠક હતો. જે રીતે તે લોકો વાતો કરતા હતા તે રીતે તેઓ પરિચિત હોય તેવું લાગી રહ્યું હતું. તો રીક્ષા ચાલકે જણાવેલ કે, આગળથી ઇન્ફોસીટી જવાનો રસ્તો છે તો તમને આગળથી લઇ જાઉ છુ તેમ જણાવીને રીક્ષાને સરગાસણ બ્રીજથી ઇન્દ્રોડા સર્કલ તરફ લઇ ગયેલ ત્યારે રીક્ષામાં બેઠેલા અન્ય આરોપી ઇસમોએ વચ્ચે રસ્તામાં વોશરૂમ જવું છે તેમ કહીને રીક્ષા ઉભી રખાવીને રીક્ષા ચાલક સિવાયના ત્રણેય ઇસમો નીચે ઉતરેલા અને પછી તરત જ રીક્ષામાં બેસવા આવેલા અને રીક્ષામાં પાછળની શીટમાં ડાબી બાજુ બેઠેલા ફરીયાદી બહેનને પાછળથી આવેલા એક આરોપી ઇસમે ફરીયાદી બહેનને ગાલ ઉપર એક લાફો મારીને તેમને શીટમાં પાડી દીધા હતા.
જે બાદ તેમની પાસેથી સોનાની ચેઇન, બુટ્ટી, યેલો કલરનું પર્સ, મોબાઈલ અને રોકડ રકમ સહિતની લૂંટ ચલાવી હતી. જે બાદ એ બેનને રિક્ષામાંથી બહાર ધક્કો મારી દેવામાં આવ્યો હતો. અને જે બાદ તેમણે ફરિયાદ નોંધાવી હતી. અને ગાંધીનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા

