Gopal Italy's Visavadar is the case of distributing government grain stocks

Gopal Italy’s Visavadar is the case of distributing government grain stocks
Thank you for reading this post, don't forget to subscribe!વિસાવદરમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાનો મામલો સામે આવ્યો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે થયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આજે AAPના જુનાગઢ જિલ્લાના પ્રમુખ દ્વારા સરકારી અનાજનો જથ્થો પકડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. અને પુરવઠા વિભાગ દ્વારા ત્રણ દુકાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં મોટી પિંડાખાય, માંગનાથ પીપળી તેમજ કાકચીયાળા ગામની ત્રણ દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તપાસ કરતા આ ત્રણ દુકાનોમાં ઓનલાઇન જથ્થા કરતા ઓછો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગ્રાહકો જે સરકારી અનાજ ખરીદે છે તેમનો અંગૂઠો લેવામાં આવે છે. અને તેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય છે, એટલે ઓછો જથ્થો મળ્યો હોવાની વાત પાયાવિહોણી હતી તે સાબિત થાય છે. જુનાગઢ પુરવઠા ટીમ દ્વારા રેશનીંગની દુકાનોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અગાઉ પણ પરવાનેદાર તેમજ બિનપરવાનેદાર સામે ભૂતકાળમાં 99 લાખ જેટલો દંડ ફટકારી એક દુકાનનું લાઇસન્સ રદ કરી ફરિયાદ પણ કરવામાં આવી હતી

