Gujarat High Court extends bail of Asaram, convicted in rape case

Gujarat High Court extends bail of Asaram, convicted in rape case
Thank you for reading this post, don't forget to subscribe!ગાંધીનગર કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઇકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ રાખ્યા હતા. ત્યારબાદ 7 જુલાઈ સુધીના જામીન લંબાવ્યા હતા. જોકે, હવે આસારામને વધુ એક વખત રાહત આપવામાં આવી છે.જેમાં ગુજરાત હાઈકોર્ટે 21 ઓગસ્ટ સુધી આસારામના જામીન લંબાવ્યા છે.
મળતી માહિતી મુજબ, હાઇકોર્ટે સુરત દુષ્કર્મકેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા છે. મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી, ત્યારે હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે. આગામી 21 ઓગસ્ટના રોજ વધુ એક સુનાવણી થશે. જામીન માટે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલે સમય માગ્યો હતો.

