Police arrest Mohan, the lover who murdered a female police officer

Police arrest Mohan, the lover who murdered a female police officer
Thank you for reading this post, don't forget to subscribe!ગાંધીનગરઃ મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિંકલનો હત્યારો તેનો કોલેજ સમયનો પ્રેમી મોહન જ નીકળ્યો છે, તેની અમરેલીથી પોલીસે ધકપકડ કરી લીધી છે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રિંકલ મોહન સાથે લગ્ન કરવા માંગતી હતી, જ્યારે પરણિત મોહન પારઘી લગ્ન કરવા માંગતો ન હતો, જેથી તેને ઉશ્કેરાઇને પોતાની જ પ્રેમીકાના મોઢામાં કપડું દબાવીને શ્વાસ રુંધીને હત્યા કરી નાખી હતી.રિંકલ વણઝારા અને મોહન પારઘી વચ્ચે વર્ષો જૂના સંબંધો હતા, લગ્નને લઇને વારંવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા, ગઇકાલે જ્યારે રિંકલના ઘરે મોહન પહોંચ્યો હતો ત્યારે પણ બબાલ થઇ હતી અને તેને રિંકલની હત્યા કરી નાખીને તે ફરાર થઇ ગયો હતો. આરોપીને પોલીસે અમરેલીથી પકડી પાડ્યો હતો. જ્યારે રિંકલના ભાઇ-ભાભી ગામડે નીવેદ કરવા ગયા હતા ત્યારે જ તેનો પ્રેમી તેના ઘરે પહોંચ્યો હતો.
ગાંધીનગરના સેક્ટર-24 માં મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ રિંકલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, આ ઘટનામાં મોહનની પોલીસે ધરપકડ કરીને તેની પૂછપરછ કરી ત્યારે નવો ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ રિંકલના મોતથી તેનો પરિવાર આઘાતમાં છે

