Poor performance of BJP in East Ahmedabad Nicole Citizens and motorists were harassed from the road

પૂર્વ અમદાવાદ ના નિકોલ વોડૅ મા આવેલ “શુકન બંગલોઝ ચાર રસ્તા થી રસપાન ચોકડી થી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન વાળા રોડ મા દક્ષિણ બાજુ ના રોડ ની ઉપર મ્યુનિ- કોર્પોરેશન દ્વારા બરાબર ચોમાસા ની સિઝન શરૂ થવાની તૈયારી વખતે જ વરસાદી પાણી ના નિકાલ માટે “સ્ટ્રોમ ગટર”નાખવાની કામગીરી ચાલુ કરેલ છે,જે હાલ અઘુરી હોવાથી આ રોડ ઉપર થી પસાર થતા સેંકડો નાગરિકો, અને વાહનચાલકો બિસ્માર હાલત વાળા રોડથી ત્રાહિમામ પોકારી ગયા છે,આ રોડ ની સામેની બાજુ પુજન કોમ્પલેક્ષ માં સ્થાનિક ધારાસભ્ય કાયૉલય આવેલ છે, અને આજ રોડ ઉપર ભક્તિ સકૅલ ચારરસ્તા ઉપર પૂર્વ ગૃહ મંત્રી ની ઓફીસ અને રહેઠાણ આવેલા છે, અને શુકન ચારરસ્તા વાળા ઠક્કરબાપાનગર વોડૅ માથી ખુદ અમદાવાદ ના મેયર છે,તેમ છતાં આ શુકન બંગલોઝ વાળા રોડ ની કામગીરી પુરી કરવામાં આવી નથી, છેલ્લા બે મહિનાથી ગટરના ભુગળા નાખવાનું કામ પુરુ થયેલ હોવા છતાં રોડ નવો નહીં બનાવતા સંખ્યાબંધ વાહનો આ રોડ માં ખાડામા ઉતરી જાય છે, ત્યારે અમદાવાદ મ્યુનિ- કોર્પોરેશન ના કમિશનર , મેયર તથા સ્થાનિક ધારાસભ્ય અને ચુંટાયેલા નગરસેવકો મારફત” શુકન ચારરસ્તા થી રસ-પાન ચોકડી સુધી વાળો રોડ નવો બનાવવાની કામગીરી સત્વરે તંત્ર દ્વારા પુરી કરાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો ની માંગણી છે. ભાનુભાઈ કોઠિયા,

