Gujarat's gentle and firm Chief Minister came to pay homage to Lord Ranchhodji in Mosal

Gujarat’s gentle and firm Chief Minister came to pay homage to Lord Ranchhodji in Mosal
Thank you for reading this post, don't forget to subscribe!અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રા ની પૂર્વ સંધ્યાએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોસાળમાં ભગવાન રણછોડજીના દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની અંદર મોસાળમાં ભગવાન જગન્નાથજીના મોસાળમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી દર્શન કરવા પધાર્યા આ દર્શન કરવા માટેનું આમંત્રણ સરસપુર રખિયાલ વોર્ડના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહના આમંત્રણથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરસપુર ગામ ભગવાનના મોસાળમાં આરતીનો લાવો લીધો હતો .

અને આ એક અદભુત પ્રસંગ કહેવાય કે જ્યારે સૌ કોઈ દરેક મુખ્યમંત્રી જગન્નાથ મંદિર દર્શન કરવા જાય પરંતુ નિજ મંદિરની સાથે સાથે ભગવાનના મોસાળમાં જો દર્શન કરવા કોઈ આવ્યું હોય તો ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેનો શ્રેય જાય છે સરસપુર રખિયાલના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ ને કે જેમના અથાગ પ્રયાસથી મુખ્યમંત્રી શ્રી એ આમંત્રણ સ્વીકારી સરસપુરમાં ભગવાન જગન્નાથજીના મોસાળ માં આવી સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજને ત્યાં આરતી ઉતારી અને પછી રણછોડજી ભગવાનની આરતી ઉતારી અને મોસાળમાં દરેક ભક્તોને સાથે રાખી 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુખી સંપન્ન થાય અને ભગવાનના આશીર્વાદ બધા ભાવિક ભક્તોને મળી રહે અને શાંતિથી બધા દર્શનનો લાવો લઈ શકે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી

અમદાવાદ શહેરની અંદર સરસપુર અને તેમાંય ભગવાનનું મોસાળ એટલે જોગાનું જોગ સોને પે સુહાગા કહેવાય અને તેમાં આપણા મુખ્યમંત્રી સરસપુર ગામમાં આવે એટલે સરસપુર ગામની શોભા વધી કહેવાય આ શોભા વધારવાનું કામ ધારાસભ્યશ્રીના સિરે જાય છે કે દિનેશભાઈ કુશવાહે ઉમદા પ્રયત્નો કરી સરસપુર ગામ મા મુખ્યમંત્રીને આમંત્રિત કર્યા તે બદલ સરસપુર ગામની સમસ્ત જનતા અને ભાવિક ભક્તો દિનેશભાઈ અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વગ્રહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પૂર્વગ્રહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો મંત્રીઓ અને ભાવિક ભક્તોએ હાજરી આપી હતી ભગવાન જગન્નાથ 148 મી રથયાત્રા નિમિત્તે સૌનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ મળે તેવો મુખ્યમંત્રીએ ભાવ પ્રગટ કર્યો હતો

