રોજગાર મેળા અંતર્ગત, સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવા નિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા

પશ્ચિમ રેલવે પર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું
Thank you for reading this post, don't forget to subscribe!વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 12 જુલાઈ, 2025 ના રોજ આયોજિત રોજગાર મેળામાં વીડિયો
કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. 51,000થી વધુ નવનિયુક્ત
કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. નિયુક્ત કર્મચારી દેશના વિવિધ ભાગોમાં
વિવિધ મંત્રાલયો, વિભાગો દ્વારા આયોજિત 47 સ્થાનો પર હાજર હતા. આ સમારોહમાં દરેક
સ્થાનના મુખ્ય અતિથિ અને કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા.
આ સંદર્ભમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામ ખાતે રોજગાર
મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના કુલ 347 નવનિયુક્ત
કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદના 124 કર્મચારીઓનો
સમાવેશ થાય છે. ભારતીય રેલવેમાં નિમણૂક પામેલા કર્મચારીઓ ઉપરાંત, ભારતીય પોસ્ટ,
મહેસૂલ વિભાગ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા વગેરે જેવા અન્ય સરકારી
વિભાગો/સંસ્થાઓ/પીએસયુમાં નિમણૂક પામેલા કર્મચારીઓને પણ નિમણૂક પત્રોનું વિતરણ
કરવામાં આવ્યું હતું. આ નિયુક્ત કર્મચારીઓને સંબંધિત સ્થળોએ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા
નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં મશ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત
મંત્રી, ભારત સરકાર, ડૉ. મનસુખ માંડવિયા, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, સાંસદ શ્રી
હંસમુખભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારાસભ્ય શ્રી દિનેશસિંહ
કુશવાહ, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ અને
ધારાસભ્ય શ્રી અમિત ઠાકર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં 124 નવનિયુક્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમાંથી 66 કર્મચારીઓ રેલવેના
છે. અત્રે ઉલ્લેખનીય છેકે, રોજગાર મેળો,રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની
પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા ની દિશામાં એક પગલું છે. આશા છે કે રોજગાર મેળો
આગળ વધીને રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વધુ કાર્ય કરશે અને યુવાનોને તેમના
સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.

