ACB court cancels bail of Estate Department Ward Inspector Jignesh Shah
આરોપીએ જીગ્નેશ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર સેવક તરીકે હોદ્દા નો દુરુપયોગ કરી 124% વધારાની મિલકત વસાવી તે ઘણો ગંભીર ગુનો કહેવાય નામદાર કોર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા આરોપી વોર્ડ ઇન્સ્પેક્ટર જીગ્નેશ સુરેન્દ્રભાઈ શાહ ની જામીન અરજી ફગાવતા સ્પેશિયલ એસીબી કોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં વર્ગ-૨ ના અધિકારી તરીકે આરોપી જીગ્નેશ શાહ ફરજ બજાવતા હતા પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દા નો દુરુપયોગ કરી આરોપીએ ઇરાદાપૂર્વક પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતો અપનાવી નાણા એકઠા કર્યા હતા આ નાણા એકઠા કરવામાં જીગ્નેશ શાહ પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી વેપારી આલમ પાસેથી બાંધકામ બિન પરવાનગી વાળુ છે તમારું બાંધકામ તોડી નાખીશ તેવું જણાવી લાખો રૂપિયાનો વહીવટ આચરતો હતો અને તેને સાથ આપનાર તેના ઉપલા કર્મચારીઓ અને પૂર્વઝોન વિભાગના અમુક દલાલોની જોડે આ કામને અંજામ આપ્યો હતો. કોર્ટે વધુમાં જણાવ્યું કે આરોપીએ પ્રથમ દર્શનીય રીતે ભ્રષ્ટાચાર આત્રી ગંભીર ગુનાહિત કરી ગુનો આચરેલ હોવાનો તપાસના દસ્તાવેજો જોતા ફલિત થાય છે આરોપી એ કોર્પોરેશનમાં જાહેર સેવક તરીકે ફરજ દરમિયાન 124% વધારાની અપ્રમાણસર મિલકત વસાવી છે જેથી આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય અને અપ્રમાણસર મિલકતો વસાવતા જાહેર સેવકો ને કાયદાનો કોઈ ડર રહે નહીં તેમ આવા ગુનાઓ આચરવા દુષ્પ્રેરણા મળે તેથી આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે આરોપી વોર્ડ ઈન્સ્પેક્ટર જીગ્નેશ સુરેન્દ્રભાઈ શાહ દ્વારા કરાયેલી જામીન અરજીનો વિરોધ કરતા સરકાર પક્ષ તરફથી જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ ઇન્સ્પેક્ટર જીગ્નેશ સુરેન્દ્ર શાહે વર્ષ 2012 થી 22 સુધીના સમયગાળા દરમિયાન સરકારી આવક કરતા 124 % ગણી સંપતિ વસાવી હતી 2023માં અમદાવાદ કોર્પોરેશન અરજી મળી હતી કે એસ્ટેટ વિભાગ ઇન્સ્પેક્ટર જીગ્નેશ સાહેબ પોતાને આવક કરતા મિલકતો તેના અને તેના આશીર્વાદ વસાવી હતી હવે કોર્ટે આદેશ આપ્યો છે કે જીગ્નેશ શાહ ઇસ્પેક્ટર અને તેની ઉપરના ટીડીઓ ની પણ સંપત્તિ તપાસવામાં આવે હજુ આવા કેટલા ભ્રષ્ટ અધિકારીઓ કોર્પોરેશનમાં સેવા આપી પોતાના અને પોતાના જ હિતનું જાળવણી થાય તેવા કામ કરી રહેલ છે કોર્ટના ધ્યાને આવ્યું છે કે એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટરો આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી ટી ડી ઓ કાયદેસરના બાંધકામ ને બીયુ પરમિશન આપવા માટે પણ બસ મોટા વહીવટીઓ નક્કી કરાયેલા હોય છે આ બધા વહીવટ તેમના દલાલો દ્વારા સાદી ભાષામાં કહીએ તો લાઇઝનીંગ કરતા માણસો દ્વારા સેટલમેન્ટ કરવામાં આવે છે જો આ બધાની સંપત્તિ ચેક કરવામાં આવે તો જીગ્નેશ શાહ ની સાથે સાથે પૂર્વ ઝોનના ઘણા અધિકારીઓ કાયદાની ચપેટમાં આવે અને જેલના દર્શન કરે હવે જોવાનું રહ્યું કે એસીબી કયા પ્રકારની તપાસ કરે છે અને કેટલા લોકોને જેલ ભેગા કરે છે

