
UP police arrest gang involved in circumcision of Hindu youth
Thank you for reading this post, don't forget to subscribe!ઉત્તરપ્રદેશ, 27 ઓગસ્ટ, 2025ઃ Professor Prabhat Upadhyay ઉત્તરપ્રદેશના બરેલીમાં ધર્માંતરણના એક મોટા કાવતરાનો ખુલાસો થયો છે. અહીં એક નેત્રહીન પ્રોફેસર પ્રભાત ઉપાધ્યાયને લગ્નની લાલચ આપીને મદરેસામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ખતના કરીને ધર્મ બદલવાની તૈયારી કરવામાં આવી રહી હતી. જોકે પોલીસ સમયસર પહોંચી અને આખું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતુંછેતરપિંડીથી ધર્માંતર કરી દેવાના પ્રયાસના આ કેસમાં અબ્દુલ મજીદ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સીડી, ધાર્મિક પુસ્તકો અને સંદિગ્ધ ટ્રાન્ઝેક્શન ધ્યાનમાં આવ્યા છે. આ ગેંગ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.યુપીના બરેલીમાં નેત્રહીન પ્રોફેસર પ્રભાત ઉપાધ્યાયને લગ્ન અને નવા જીવનની લાલચ આપીને એક ગેંગે જાળમાં ફસાવી દીધા હતા. આરોપ છે કે મદરસામાં તેમનું ખતના કરાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને તેમને હામિદ નામ આપીને ધર્માંતરણ પૂરું કરવાનું હતું. પરંતુ તે જ સમયે પ્રોફેસરના માતાની ફરિયાદને આધારે પોલીસ પહોંચી ગઈ અને આખી રમત ખુલ્લી થઈ ગઈ હતી.
માતાને કારણે બચી ગયા પ્રજ્ઞાચક્ષુ પ્રોફેસર
આ કેસની શરૂઆત અલીગઢ જિલ્લાના મહુઆખેડા પોલીસ મથક વિસ્તારની છે. અહીંના રહેવાસી અખિલેશ કુમારીએ પોલીસને પત્ર લખીને ફરિયાદ કરી કે તેમનો દીકરો પ્રભાત ઉપાધ્યાય 15 ઓગસ્ટથી ઘરે પરત નથી આવ્યો. તેમણે જણાવ્યું કે પ્રભાત બાળપણથી જ નેત્રહીન છે અને સખત મહેનતથી અભ્યાસ કરીને પ્રોફેસર બન્યા છે.
પ્રભાતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમફિલ અને હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી હતી. 2019માં તેમની નિમણૂક રાજકીય ઇન્ટર કોલેજમાં થઈ અને પછી તેમની ટ્રાન્સફર બુલંદશહેર થઈ હતી. માતાનો આરોપ હતો કે તાજેતરના દિવસોમાં તેમના દીકરાનું વર્તન બદલાઈ ગયું હતું અને તે કેટલાક મુસ્લિમ યુવાનો સાથે વાતચીત કરવા લાગ્યા હતા.પરિવારે શોધખોળ કરી તો ખબર પડી કે પ્રભાતને બરેલીના એક મદરેસામાં રાખવામાં આવ્યા છે. અહીં તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે અને તેમનું નવું નામ હામિદ રાખી દેવામાં આવ્યું છે. આ સાંભળીને પરિજનો આઘાત પામી ગયા હતા. પ્રોફેસર પ્રભાતને છોડાવવા પરિવારજનો પોતે મદરસા પહોંચ્યા ત્યારે તેમને ધમકી આપીને ભગાવી દેવામાં આવ્યા અને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે હવે પ્રભાત મુસ્લિમ બની ગયા છે.
માતાની ફરિયાદ મળતાં જ એસપી સાઉથ અંશિકા વર્માએ ટીમ બનાવી અને ભુતા વિસ્તારમાં તપાસ કરી હતી. અહીંથી પોલીસે અબ્દુલ મજીદ નામના વ્યક્તિની તેના બે સાથીઓ સલમાન આરિફ અને ફહીમ સાથે ધરપકડ કરી. તપાસમાં ખુલાસો થયો કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ સંગઠિત ગેંગનું કામ છે. આ લોકો કમજોર અથવા પરેશાન પરિવારોને નિશાન બનાવતા હતા, તેમને લાલચ આપતા હતા અને ધીમે ધીમે તેમનું બ્રેઇનવોશ કરીને ધર્મ બદલવા પર મજબૂર કરી દેતા હતા.
પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે ગેંગનું નેટવર્ક ખૂબ જ વિચારી-સમજીને બનાવવામાં આવ્યું હતું. પહેલા શિકાર સાથે મિત્રતા કરવામાં આવતી અને વિશ્વાસ જીતવામાં આવતો. પછી લગ્ન, નોકરી અથવા આર્થિક મદદની લાલચ આપવામાં આવતી. જેમને આ રીતે ફસાવ્યા હોય તેમને ધાર્મિક પુસ્તક, સીડી તથા વીડિયો વગેરે દ્વારા બ્રેઈનવૉશ કરવામાં આવે છે. છેવટે તેમને મદરેસામાં લઈ જઈને નિકાહ અને ખતના કરવામાં આવે છે. પ્રોફેસર પ્રભાતના કિસ્સામાં પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. તેમની પાસેથી પોલીસને 10 ધાર્મિક પુસ્તકો, જાકીર નાઈની સીડી તેમજ ધર્માંતર અંગેના પ્રમાણપત્રો મળી આવ્યા.પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, આ ટોળકીએ અગાઉ પણ ઘણા પરિવારોનું ધર્માંતર કરાવી દીધું છે. જેમ કે સુભાષનગરના બ્રજપાલ અને તેમનો આખો પરિવાર ધર્માંતરનો શિકાર બની ગયો છે. સૌથી પહેલાં બ્રજપાલના નિકાહ એક મુસ્લિમ યુવતી સાથે કરાવવામાં આવ્યા. ત્યારપછી તેમની બહેનને એક મુસ્લિમ યુવક સાથે નિકાહ કરવા મજબૂર કરવામાં આવી. આ ધર્માંતર ટોળકી એટલેથી ન અટકી પરંતુ બ્રજપાલના માતાનું પણ ધર્માંતર કરાવી દીધું અને તેમને મુસ્લિમ નામ આપ્યું. આ રીતે સમગ્ર પરિવાર ધર્માંતરની જાળમાં ફસાઈ ગયો.
આ કેસની સઘન તપાસ દરમિયાન પોલીસને ગેરકાયદે નાણાકીય વ્યવહારોના પુરાવા પણ મળ્યા છે. સલમાનના નામે 12 બેંક ખાતાં મળ્યા છે, જ્યારે અબ્દુલ મજીદના પાંચ ખાતામાં 2000 કરતાં વધુ શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ ટોળકી અલગ અલગ રાજ્યોમાં જતી અને ત્યાંથી ભંડોળ એકત્ર કરીને મદરેસાઓ ચલાવતી હતી.

