નકલી કોર્ટ બાદમાં હવે ગુજરાતમાં નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે. સુરત પોલીસે અડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીનો સંચાલક પ્રતિક શાહ યુરોપિયન દેશોના વિઝા સ્ટીકરો અન્ય રાજ્યોના એજન્ટોને વેચતો હોવોનો ઘટસ્ફોટ થયો છે.મળતી માહિતી મુજબ, આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે.પોલીસને પ્રતિક શાહ પાસેથી વિઝા સ્ટીકર મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતિક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યારસુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ 15,000 ઉઘરાવતો હતો.સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. એસઓજી પીઆઈ એ પી ચૌધરી અને પીસીબી પીઆઈ આર એસ સુવેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં સમોર રેસીડન્સી, ફ્લેટ નંબર 202, શ્રીજીનગરી સોસાયટી નજીક, ઝઘડિયા ચોકડી ખાતે મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પ્રતિક શાહને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રતિક શાહ પર 12 ગુના

After the fake court, now a fake visa factory has been caught in Gujarat
Thank you for reading this post, don't forget to subscribe!નકલી કોર્ટ બાદમાં હવે ગુજરાતમાં નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે. સુરત પોલીસે અડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીનો સંચાલક પ્રતિક શાહ યુરોપિયન દેશોના વિઝા સ્ટીકરો અન્ય રાજ્યોના એજન્ટોને વેચતો હોવોનો ઘટસ્ફોટ થયો છે.મળતી માહિતી મુજબ, આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે.પોલીસને પ્રતિક શાહ પાસેથી વિઝા સ્ટીકર મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતિક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યારસુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ 15,000 ઉઘરાવતો હતો.
સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. એસઓજી પીઆઈ એ પી ચૌધરી અને પીસીબી પીઆઈ આર એસ સુવેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં સમોર રેસીડન્સી, ફ્લેટ નંબર 202, શ્રીજીનગરી સોસાયટી નજીક, ઝઘડિયા ચોકડી ખાતે મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પ્રતિક શાહને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રતિક શાહ પર 12 ગુના પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ વિઝા સંબંધિત કૌભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેના વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં નવ, વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં એક, આઈજીઆઈ એરપોર્ટમાં બે ગુના નોંધાયેલા છે.
પોલીસે કુલ 1,30,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો
આરોપીના ઘરેથી પોલીસે કુલ 1,30,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં અલગ-અલગ દેશના પાંચ વિઝા સ્ટીકર, અલગ-અલગ દેશના વિઝા સ્ટીકરની આઠ કલર પ્રિન્ટ, ચેક રિપબ્લિક દેશનો એક સ્ટેમ્પ સિક્કો, બે પેપર કટર, બે યુવી લેઝર ટોર્ચ, એક એમ્બોઝ મશીન, બે કોર્નર કટર મશીન, એક સ્કેલ, નવ અલગ-અલગ ઈન્કની બોટલ, યુરોપ દેશના હોલમાર્કવાળા 46 મોટા પેપર, કેનેડા દેશના હોલમાર્કવાળા 73 મોટા પેપર, યુરોપ દેશના હોલમાર્કવાળા 107 નાના પેપર, મેસેડોનિયા દેશના હોલમાર્કવાળા 172 મોટા પેપર, સર્બીયા દેશના હોલમાર્કવાળા 243 મોટા પેપર, યુકે દેશના હોલમાર્કવાળા 42 મોટા પેપર, પાંચ મોબાઈલ ફોન, બે કલર પ્રિન્ટર, એક લેપટોપનો સમાવેશ થાય છે

